આજે અષાઢી સુદ છઠ....આજ ની તિથી એ જ - વિક્રમ સંવંત ૧૮૮૦ માં દાદા ખાચર ને દરબાર- સંધ્યા આરતી ને સમયે- શ્રીજી એ જે અમૃત વચનો ઉચ્ચાર્યા ,તે ગઢડા મધ્ય પ્રકરણ ના ૫૭ માં અધ્યાય માં અંકિત થયા છે....
ચાલો આજ રાત્રી એ - આ વચનામૃત નો આસ્વાદ લઈએ....
------------------------------------
------------------------------------
"..ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીને જ કરવી, ને તે સત્તારૂપ આત્મા કેવો છે.... તો જેને વિષે માયા ને માયાનાં કાર્ય જે ત્રણ ગુણ ને દેહ, ઇન્દ્રિયો, અંત:કરણ તેનું કોઇ આવરણ નથી........
-- જેને પરમેશ્વરને વિષે પ્રીતિ હોય તેને તો પરમેશ્વર વિના બીજા કોઇ પદાર્થમાં પ્રીતિ ન હોય, અને પરમેશ્વર વિના બીજું જે જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે.........
--- ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય, તો માયિક પદાર્થ જે પિંડ બ્રહ્માંડાદિક તેમાં કયાંઇ પણ પ્રીતિ રહે નહિ, માયિક પદાર્થ સર્વે તુચ્છ થઇ જાય....
-- જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય તે તો કેવળ મીનડિયો ભક્ત છે..... અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઇ પદાર્થ અધિક હોય જ નહિ....
-----------------------------
ઉપરોક્ત વચનામૃત ને જો ધ્યાન થી વાંચવામાં આવે તો- સમજાય છે કે- ભગવાન ના સાચા ભક્ત ના લક્ષણ શું? સાચો ભક્ત- પોતાને આત્મા રૂપ માને છે...અને એક શ્રીજી સિવાય ક્યાય પોતાને જોડતો નથી......એક હરિ સિવાય બધું જ એને ફિક્કું લાગે છે.....

હવે વિચારીએ......આપણે આ વ્યાખ્યા માં ક્યાં છીએ??? દેહ ના ભાવ છૂટે છે??? પોતાને અક્ષર રૂપ મનાય છે??? ભગવાન ને ભજતા માયા આડી આવે છે???
વિચારતા રહો.......શુભ રાત્રી.......સર્વ હરિભક્તો ને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ......
No comments:
Post a Comment